તોલ સત્ય - અસત્ય નો
_________________
સાચું કોણ જૂઠું કોણ? હવે તેનો પણ થાય અહી તોલ,
જેનું પલ્લું નીચું નમે એનો જ થાય અહીં મોલ,
માલિક ને વફાદાર રહેતો કહેવાયો એ તો
કૂતરો,
માંસ ખાવ સિંહ જંગલી ગણાયો રાજા જંગલ નો,
શીતળતા દેતો કૂવો ગંદકી માં ઠુકરાયો,
હજારો જહાજ દુબાડતો સમંદર માનવ થી પુજાયો,
રક્ષા કરતો ગુલાબની તે કંટક ભક્ષક કહેવાયો,
મધ ચુસી લેતો ભમરો તેનો પ્રિયતમ ગણાયો,
'કવિરાજ 'કહે ચાલતી ગાડી માં ચડી જા અથવા ઢાંકણી માં પાણી લઈ ને દુબીજા,
આ સત્ય- અસત્ય ના રંગ તરંગ ને હંમેશ માટે ભુલીજા.