જયાં પોતાનું ચાલે ત્યાં ઉગ્ર થાય માનવ.
પોતાના થી નાના પર જ ઉગ્ર થાય માનવ.
જ્યાં પોતાનો ગજ વાગે તેમ નથી ત્યાંથી,
ઉગ્રતા છૂપાવી શાંતિથી ગાયબ થાય માનવ.
આજકાલ ધેર્ય વાન કયાં વસે તે ખબર નથી,
નાની નાની વાત માં જુઓ ઉગ્ર થાય માનવ.
પોતાના હોય તેના પર ઉગ્રતા બેફામ હોય છે,
પછી અબોલા ને તોડવા ફરી ઉગ્ર થાય માનવ.
ઉગ્રતા એ કંઇક ના દિલ ને ઘર તોડ્યા અનિલ,
સુખી જિંદગી તો બને જો ઉગ્ર ન થાય માનવ.
#ઉગ્ર