Gujarati Quote in Microfiction by Kinjal Sonachhatra

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાની વાર્તા (microfiction story)

ચોઈસ

"અરે અરે!! વાહ વાહ... કેમ આટલી ખુશ ખુશ દેખાઈ રહી છે? તૃણા!"

"બસ! એક બાયોડેટા આવી છે, કાલે એક બોય જોવા આવા નો છે તેના ફેમિલી સાથે..."

"અરે! વાહ. શું વાત છે? તો તૃણા મેડમ તમે મોટા થઇ ગયા એમ ને... શું ચોઈસ છે તમારી? કે તેને જોઈ ને જ મોહિત થઇ ગયા!"

"ચોઈસ ને! એક તો એ બહુ રૂપિઝવાળા છે. મને ફેમિલી સાથે એમ પણ નથી ગમતું એન્ડ એ અલગ રહે છે. તેની પાસે સોં વીઘા જમીન છે. ઇન્સ્ટાગ્રામ માં જોયું મેં એની લાઈફ સ્ટાઇલ બઉ જબરદસ્ત છે. રોજ નવી હોટેલ માં જમવા જાય છે. તેની પાસે બઉ જ મસ્ત બાઈક છે અને કાર નું કલેકશન પણ બહુ જબરદસ્ત છે. બીજું કઈ મારે જોતું નથી. તારી સુ ચોઈસ છે મિસ્ટી? "

"સારી છે ચોઈસ તારી પણ મારી અલગ છે. મને એવો બોય ગમે કે, જે મને લવ કરે. એનું ભૂતકાળ કઈ પણ હોય પણ ભવિષ્ય માત્ર હું હોય. જેનો ફોન આવે તો મને ગુસ્સો નહિ પ્રેમ આવે. જેની સાથે વાત કરવા ની ઈચ્છા થાય. ફેમિલી સાથે રહેતો હોય, જે પોતાના પેરેન્ટ્સ ની રિસ્પેક્ટ કરતો હોય, જેને પોતાની રેસ્પોન્સિબિલિટી ની ખ્યાલ હોય અને અમારી બંને ની એટલી સમજણ હોય એકબીજા પ્રત્યે કે, બંને એકબીજા ની સિચ્યુએશન કે વાત કહેતા પહેલા વિચારવું ના પડે. જયારે અમે કોઈ પણ પ્રોબ્લેમ માં હોય તો એકબીજા ની યાદ પહેલા આવે અને અમે એકબીજા ના સપનાઓ ને પુરા કરવા માં હેલ્પ કરીએ. જેની સાથે હાથ માં હાથ નાખી ને ગાર્ડન માં ચાલવા જવા નું મન થાય અને વરસાદ માં તેની સાથે ભીંજાવા ની મજા આવે. પૈસા તો એટલો કમાતો હોય કે, જેથી સરખી રીતે રહી શકીએ. બાકી તો હું પણ કમાવ છું પણ એ માત્ર પૈસા ની રિસ્પેક્ટ કરે અને મારી નહિ તો એ મને ન ગમે. બસ આવુ તો ઘણું છે જેની સાથે મારાં સપના જોડાયેલા છે..."

બંને બહેનપણીઓ પણ બંને ની ચોઈસ... કંઈક વધુ અલગ...

Gujarati Microfiction by Kinjal Sonachhatra : 111468200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now