વદન પર માસુમિયત ની નિશાની છે.
તોય લોકો પુછે...
ક્યાં ગુનાહ ની ઉઘરાણી છે?
આભ માં ધનધોર પાણી છે.
હવે ઘરના છાપરે,
ક્યાં નેવાં ને કિનારી છે?
પ્રકૃતિની દશા આજે ખુબ રિબાણી છે.
છતાંય પાછો બોલે,
હજુ ક્યાં મે બિલ્ડીંગ ઊતરી છે?
મારી દુનિયા તો પ્રશ્ર્નો માં ખોવાણી છે.
ના સમજ એવું કે,
હું બોલું એમાં તારી મહેરબાની છે.
માફ કરજો સાહેબ....
જગત ના હાલ પર આજે કટાક્ષ નિકાલી છે.
હું તો શાયર છું જનાબ...
શબ્દો સિવાય ક્યાં મારે બિજી કમાણી છે.
sayra...🍁