#### ઉગ્ર ####
ઉગ્ર થઈ જાય છે મન મારું
વાત તારી સાથે ક્યાં થાય છે
મળીશું નહીં હવે કદી તને
એવું કહેવાય જાય છે
પણ તમારા વગર એક પળ
આજે પણ ક્યાં રહેવાય છે
કહેવું છે કેટલુય મન અકળાય છે
સામે આવો ત્યાં મારા શબ્દો પણ છુપાઈ જાય છે
આંખો બંધ કરું ત્યા છબી તારી દેખાય છે
હકીકતમાં નહીં બસ કલ્પના માં જ વાત તારી સાથે થાય
યાદ તારી આવે છે અને મન ઉમંગ માં આવી જાય છે
તું નહીં આવે એ વાત થી જ આટલી ઉગ્ર તા દેખાય છે
✍️ Aradhya ba