#ઉગ્ર
સાગરનો ઉગ્ર સ્વભાવ તો માત્ર બાહ્ય હોય છે,
અંતઃકરણ માં નિસ્વાર્થ પ્રેમનો ભંડાર હોય છે.
સમજવું શક્ય નથી હોતું વિકરાળ લહેરો થી,
ભીતરમાં મળે છે શાંતિ અલૌકિક માહોલ થી.
સીંચે છે વાદળ રૂપી સંબંધોને સંપૂર્ણ જોશમાં,
નથી હોતી આશ, મળશે એ નદીઓના વેશમાં.
સમજી તોફાની સાગર, મળે છે સૌ એને દૂરથી,
પરંતુ છંછેડાતો રહે છે એ કાયમ બાહ્ય તત્વથી.
-pj