. *વિરહ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*_વિરહની વેદના_*
એ દિલને જઈને પૂછો, વિરહની આ વેદના,
જેમણે માંગેલાને પણ ગુમાવ્યું હોઈ.
આ ધરતીને પૂછો વિરહની આ વેદના,
જેમણે પાણીના ટીપાં માટે, ઉનાળો સહન કર્યો.
એ વરસાદને પૂછો, વિરહની આ વેદના,
શિયાળો ઉનાળો પ્રતીક્ષા કરીને, વરસ્યો.
એ પંખીને પૂછો, આ વિરહની વેદના ?
જે પિંજરમાં રહિયું, ઉડવાના સ્વપ્ન સાથે.
એ તૂટેલાને જ પૂછો, આ વિરહની વેદના ?
જે એક માટેજ તરસ્યો, અને હજુ તરસે છે.
એ માતાપિતાને જઈને પૂછો, આ વિરહની વેદના ?
જે સંતાન માટે જીવ્યા, શ્વાસના બલિદાન આપીને !
એ વિરહની વેદના એમને જઈને જરા પૂછજો ?
જે જીવે છે બીજા માટે, પોતાના જીવન બાળીને.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD