Gujarati Quote in Blog by Rikita Chokshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"દીકરી"
"દીકરી"
એક દીકરી..... દીકરી એટલે અસખ્યાં, અગણિત વ્યાખ્યા પણ ઘરે ઘરે,ખુણે ખુણેે બદલાતો અર્થ એવો જીવ એટલે દીકરી. દીકરીને જન્મ આપનાર -" માતા " અને એ માતા એટલે કોઈની દીકરી. કોઈપણ જીવ: દીકરો કે દીકરી પણ એને જન્મ આપનાર માતા જે કોઈની દીકરી. દરેક જીવનો સીધો સંબંધ એની માતા એટલે કે
દિકરી સાથે જ.
દીકરી એટલે "લક્ષ્મી" . દીકરીના જન્મને આવકારો ,એને ભણાવો, ગણાઓ પોતાના પગ પર ઊભી કરો, બધી જવાબદારીઓ સ્વીકારી શકે , આજના જમાનામાં કોઈપણ ખૂણે પહોંચી શકે , દીકરા સમાન લડત આપી શકે તેવી બનાવો. લોકો દીકરીને સમજણી થાય ત્યારથી જ તારે તો સાસરે જવાનું છે, બીજા ઘરે જવાનું છે, પારકા ઘરે જવાનું છે એમ બોલી બોલી ભયભીત કરે છે પરંતુ એવું ના કરતા એનામાં જે આવડત છે એને બહાર આવવા દો, એને ખીલવા દો, મજબૂત બનાવો જેથી એ પારકા ઘરે જઈ તમારા ઘરને પણ અને પારકા ઘરને પણ તારે .
દીકરા-દીકરીનો મતભેદ રાખ્યા વગર એને બધી જ રીતે સમકક્ષ બને, કોઈપણ પડકારને ઝીલી શકે, બધી જ પરિસ્થિતિનો સામનો કરી શકે એવી બનાવો.આપ સૌને એંવી હું વિનંતિ કરું છું.
"જય મહારાજ"
-ખુબ ખુબ આભાર
-રિકિતા ચોકસી

Gujarati Blog by Rikita Chokshi : 111467486
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now