૨૦૯૦
“મમ્મી આ તારા ફોટા પાછળ કંઈક ગ્રેન જેવું લાંબુ શું છે? “હેતવી મુંઝવતા કહીયું
“તયારે બેટા હજુ મારો જન્મ જ થયો હતો તયારે મારા પાપા એ આ પહેલો ફોટો ક્લિક કરીયો હતો.”હેતવી ના મમ્મી એકહીયું
“પણ મમ્મી છે શું?”હેતવી પ્રશ્ન કરતા કહીયું
“બેટા એને ઘાસ કહેવાતું હતું . જે અત્યારે આપણા મેઈન ગેટ પર પ્લાસ્ટિકનું કવર છે ને એવું હું નાની હતી તયારે રીયલ હતું એ બધું , લાઈન માં કોણ ઉભું છે? “હેતવી ના મમ્મી એ કહીયું
“આજે ભાઈ ને રાખ્યો છે”હેતવી એ કહીયું
“એને કોલ કરીને કહે કે કાલે હોલીડે છે એટલે કાલ નો પણ સાથે સાથે ઓક્સિજન લઈ આવે . અત્યારે જ્યાં નજર ફેરવો ત્યાં બસ ૫૦ કે ૬૦ માળની લાંબી લાંબી બિલ્ડીંગ જ દેખાય છે .”હેતવી ના મમ્મી એ ઉદાસ થઈ ને કહીયું.