ચાલો આપણે પરીવાર પરીવાર રમીએ.
____________________________
ચાલો આપણે ભેગા થઈ પરીવાર પરીવાર રમીએ,
એક વાર તો ચાલો આપણે સાથે બેસીને જમીએ.
અોછી આવકની શાને તું ચિંતા કરે,
મારી આવકથી આપણે જીવન જીવી લઈએ,
ચાલો ને આપણે પરીવાર પરીવાર રમીએ
ભલેને અલગ ઘરમાં કાકા,મામા સંબંધી રહે,
ચાલોને આપણે એકવાર એમને મળવા જઈએ,
ચાલોને આપણે સાથે મળી પરીવાર પરીવાર રમીએ,
પીકનીક ની મોજ કરવા ચાલોને આપણે જઈએ,
એકબીજાના હૈયા માં આપણે. ચાલોને ફરવા જઈએ,
તારી ખુશીમાં ભેગા થઈ આપણે ઉજવણી કરીએ,
તોફાની વાદળો સામે છાપરું બની આપણે એક થઈ જઈએ,
એકજ નાંવ માં આપણે ભેગા મળીને તોફાની સમંદર ખેડીએ,
ચોલોને આપણે સાથે મળી પરીવાર પરીવાર રમીએ.