એક મિત્રના દીકરાનાં લગ્ન થયાં.
મને નહોતો બોલાવ્યો.
પ્રસંગ પતી ગયા પછી મેં ફોન કરીને વર-કન્યાને અભિનંદન અને આશિર્વાદ પાઠવ્યા.
પછી હસતાં હસતાં મારા મિત્રને કહ્યું, "એટલે પહેલા ૫૦ માં મારો નંબર નથી, એમ ને?"
એણે કહ્યું, "પહેલા ૫૦ માં તો ખાલી ખોટું લગાડવાવાળાં ને મોઢું ચડાવવાવાળાં નો જ સમાવેશ થાય. એમાં તું ક્યાંથી ફિટ થાય?"