સહજતા ને સમાજ સ્વીકારી શકતો નથી..
સૌને અહીં લાયકાત જ રજૂ કરવી પડે છે.
જ્યારે જમાનો ખૂદ નુ 'અનલહક' છિનવે..
ત્યારે મન્સુર બની બજારમાં પથ્થર ખાવા પડે છે.
જેવા છીયે એવા જ સ્વીકારે છે ઠાકોર મારો..
તોય પંડિતો પાસે ખિસ્સા ખાલી કરવા પડે છે.
બુદ્ધિમત્તા ની ઉલટી મા નથી માનતો 'હેમજલ'..
પણ શબ્દો ને પેટાળમાંથી ઉલેચવા પડે છે .