Gujarati Quote in Blog by Damini

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"લાયક છું"

તું એક ધારે જોયા કર એની સમક્ષ,
તારી એક ઝલકમાં જીવન વિતાવવાને હું #લાયક છું.

પ્રેમ આપ તું એને, મેં કયા માંગ્યો?
પણ દોસ્ત બની તને હૂંફ આપવાને હું #લાયક છું.

ખુશી તારી બમણી થતી હશે મારા વગર,
પણ દુખ તારું ઓછું કરી દેવાને હું #લાયક છું.

હસવામાં તાળી ભલે મારા હાથે ના આવે,
પણ રડતા વખત તને ખભો આપવાને હું #લાયક છું.

લાયક તો છું ઘણો પણ હક નથી મારો,
બસ આમ હૃદય તારું જોડી જતું કરી દેવાને હું #લાયક છું.

#લાયક

Gujarati Blog by Damini : 111467265
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now