#લાયક
લાયકાત ના ત્રાજવામાં ઓછો ઉતર્યો,
લાગણીના શ્વાસ ને ઊંડો ડૂમો ઉતર્યો
કેટલી સરળતા થી મુજને આઘો ઠેલીને ;
નાલાયક કહી ! પૂછે તું કેમ ના સુધર્યો?
જો મુશળધાર હોય તો પલળું પણ ખરો
પણ વાદળ તારો અહીં સાવ કોરો નીતર્યો...
ડિગ્રી ના ડુચ્ચે જો માપે લાયકાત તું !
માર્ગ મોકા ને ના મળતા નીચે ઊતર્યો.
માની ને એમ તું ના બેસજે નાલાયક હું
હિંમત ના હાથે હું જો ઉપર ઉતર્યો ...