તમારા લાયક બનવા જિંદગી ખર્ચી નાખી.
લાયકાત હતી એ બધી અમે ખર્ચી નાખી.
મળશો એ આશ માં હજુ પણ શ્વાસ ચાલુ,
નિરાશા ને અમે ગમે તેમ દફન કરી નાખી.
લાયક કે લાયકાત શું એ લાગણી ના સમજે,
દિલ નું કહ્યું સાંભળી અમે પાંખ ખોલી નાખી.
લાયક લાગતા નાલાયક બની જાય છે અનિલ,
બે ચાર સારા બોલ સાંભળી મૂડી ખર્ચી નાખી.
#લાયક