#લાયક રહેવું તારા માટે કે નાલાયક... સમજણ નથી પડતી,
પ્રેમ કરવાની રીત... તારી,સમજણ નથી પડતી
જઈ ને પૂછેલું મેં કિનારા ને, લહેરો ની રાહ જોવી કેવું લાગે,
એણે કહ્યું પ્રેમ કરવાની આ જ,તો રીત છે, પણ મને સમજણ નથી પડતી
ઉઘાડીને ને કમાડ, હું તો બેઠો તો,રાહ જોઈને તારી,
ને તું દિલ ને દસ્તક ક્યારે દઈ ગઈ...સમજણ નથી પડતી!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૯ જૂન ૨૦૨૦
#લાયક