દેહ દાઝે તો મલમ રૂઝાવે
દિલ દાઝે તો શું?
બહારનો થાક ઘરમાં ઉતરે,
ઘરમાં જ થાકે તો શું?
વૈરી ઘા કરે તો શસ્ત્ર ઉગામે,
વ્હાલા ઘા કરે તો શું?
નીચા નમે તો પ્રેમથી ઉભા કરીઅે,
નજરમાંથી ઉતરે તો શું?
ભૂલ સ્વીકારે તો ભગવાન પણ મળે,
બીજાને જ દંડે તેનુ શું?
ઘરડા લોકો ગાડા વાળે,
ઘરડા ગાંડા કાઢે તો શું?
ઘર ઘર અજવાળે તે સુકન્યા,
મનમાં વિષ ભરે તો શું?
-ઉદિત