સ્વજનની રિક્તતાનું વજન
અનાદિકાળથી આદી
શારીરિક ક્ષમતા અનુસાર
વજનનું વહન કરનાર મનુષ્યને
નથી અપાતી કોઈ એવી
પસંદગીની તક
કે..તે સ્વયંને અનુકુળ માનસિક વજન વહન કરી શકે
અને નથી એવી કોઈ વ્યવસ્થા
આવા અપ્રત્યક્ષ વજનના વહન માટેના પ્રશિક્ષણની
જાતે જ સહન અને વહન સાથે શીખ્યા કરવાનું
વિભિન્ન વજનને વહન કરવાના પાઠ
પણ..
આવા વિવિધ વજનમાં
મેં હંમેશા બારીકાઇથી નોંધ કરી છે, કે...
સૌથી વધુ પીડાદાયક છે
એ વહન સાથે સ્વનું સંતુલન કરવું, કે...
જેમાં સામેલ હોય કોઈ અંગત સ્વજનના
અનંત રિક્તતાનું ભારોભાર વજન.
-વિજય રાવલ