મૌન ની ભાષા ભુલાતી જાય છે
________________________
ભૂખ લાગે અને ભોજન પીરસાય જાય છે
થાળી પીરસાય અને ભૂખ લાગી જાય છે.
લાગે છે કે હવે એ મૌન ની ભાષા ધીરે ધીરે ભુલાતી જાય છે.
આંસુ પડે એ પહેલાં જ આંખો વંચાઈ જાય છે.
દર્દ ની ભાષા બધી ધડકનો માં જ વંચાઈ જાય છે.
આ મૌન ની ભાષા હવે ધીરે ધીરે ભુલાતી જાય છે.
વોટ્સઅપ મોબાઈલ થી હવે દૂરદૂર ની ઓળખાણ થઈ જાય છે.
ખાણ એ ઓળખાણ ની ક્યાંક તો વેચાતી જાય છે.
હ્રુદય થી બંધાતા સંબંધો હવે ભૂલતા જાય છે.
મારી ખુશી માં તમારા હૃદયમાં મહેફિલ થઈ જાય છે
દર્દ તમારું અને આંસૂ અમારી આંખથી સરી જાય છે.
એ મૌનની ભાષા હવે ધીરે ધીરે ભુલાતી
જાય છે
લખેલા અને બોલેલા શબ્દ નો અર્થ જરૂરત પ્રમાણે બદલાઈ છે.
લખેલા શબ્દો બધા વિવાદો માં અટવાઈ જાય છે.
મૌન ની ભાષા હવે ધીરે ધીરે ભુલાતી જાય છે. ધીરે ધીરે ભુલાતી જાય છે