પંખીઓ આવે છે હવે આંગણે,
પૂછે છે કેમ લાગે છે પાંજરે?
પાંખો હોવા છતાં ઉડવાનું ભૂલ્યું
શોખ તારો ને પુરાણો હું પાંજરે
પકડીને મને પૂરતો માનવ
આજ ખુદ પૂરાયો છે પાંજરે
હવે મજા લે પૂરાવાની
મને તો બહુ પૂર્યો પાંજરે
તો પણ હે ઈશ્વર આ માનવને
ઉડવાને આપો સઘળું ગગન
"ગીત "
કારણ મને ખબર છે કારણકે
હું પણ કયારેક પૂરાયોતો પાંજરે ..