કહું શું આજ ? મન ઘબરાય છે વ્હાલા,
મરદ થઇને ય એ અચકાય છે વ્હાલા.
ખબર નો'તી ઘટી ઘટના ફરી ઘટશે,
અહીં તો કયાં કશું છુપાય છે વ્હાલા.
અચાનક એ રસ્તામાં જો મળે સામે,
નજર ત્રાંસી કરી જોવાય છે વ્હાલા.
ભરી લો આંખમાં એના ચહેરાને,
ફરી એ કયાં કદી દેખાય છે વ્હાલા.
કરું છું પ્રેમ, હિંમતથી કહી દીધું,
ગજબ છે છોકરી, શરમાય છે વ્હાલા
પ્રણયમાં થાપ ખાધી છે બહુ મોટી,
છતાં પણ કેમ મન લલચાય છે વ્હાલા.
- વ્હાલા✍🏻