જુના પત્રની યાદગાર ઝાન્ખી
..... અને તેથીજ તમારા પત્રની રાહ જોવી ગમે છે. ઘણીવાર ફ્લિમના મધુર ગીતની પંક્તિઓ સાથે મને સરખાવી મને કાલ્પનિક દુનિયાનો અનુભવ કરાવો છો. કોઈ વાર અંગ્રેજીમાં તો કોઈકવાર સંસ્કૃતના શ્લોક, અલંકાર સાથે તમારા પત્રને નવોજ વળાંક આપો છો. આવી અલંકૃત ભાષા સારી લાગે છે પણ હૃદયને સ્પર્શતી નથી. તમારી સરળ અને સાદી ભાષા માં હંમેશા વજન અને સ્નેહની અનુભૂતિ થાય છે. શરૂઆતનું સંબોધન "મારી વહાલી " અને સમાપન સંબોધન "સદાય તમારો " આ બંનેની વચ્ચે કોઈપણ લખાણ ન હોય તો પણ, વારંવાર વાંચવાનું મન થાય છે........