Gujarati Quote in Questions by Dp, pratik

Questions quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવાલ;-મા બાપ અને બાળકોના સંબંધમાં સૌથી વધુ મહત્વ કોની આશાઓનું હોય છે?


જવાબ:- સૌથી મહત્વની આશાઓ બાળકોની હોય છે.
કારણ કે જયારે એક માળીને ફળની આશા થાય તયારે તેને એક છોડ વાવવું પડે છે,તેને શુદ્ધ જળ થળ અને વાયુ પ્રદાન કરવું પડે છે ત્યારે એ છોડ વિશાલ વૃક્ષમાં પરિવર્તિત થાય છે અને માળીની આશા પ્રમાણે ફળ પ્રદાન કરે છે.

ઘણા માળી તો એવા પણ હોય છે જે છોડ વાવી દે પણ તેનું જતન બરાબર નથી કરતા અને એ છોડ ઈશ્વર દયાથી મોટું થાયછે પણ ફળમાં મીઠાસ નથી હોતી ફક્ત હવા જ હોય છે, અને એ જોઈ માળી ઉદાસી ભર્યા શબ્દમાં કહે છે કે ફળ સારું ન પાક્યું.

સારું ફળ પાકે ક્યાંથી? ગંદુ પાણી પ્રદુષિત હવા કાચી માટી અને આળશું ભર્યું જતન કર્યું હોય ને ઈશ્વર દયાથી મોટું થયું હોય એ વૃક્ષ ખાલી હવા જ આપે ને ફળ થોડી આપે.

વાવેતર કરતા પહેલા તેના જતનનું જ્ઞાન હોવું જરૂરી છે,ઉગવામાં તો બાવળ પણ ઉગી જાય છે બંજર જમીન પર,એથી એવી આશાતો ન રખાઈ ને કે કાંટા નહીં ચુભે.


છોડનો હક પહેલા પછી માળી ની આશા મહત્વની !

dp,"પ્રતીક"

Gujarati Questions by Dp, pratik : 111465836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now