પ્રેમ ની મોંઘી મતા નું શું થયું?
દિલ જતા એની વ્યથા નું શું થયું?
ઝળહળે છે દીપ શ્રદ્ધાનો હજી,
ક્યાં ગઈ, વેરણ હવા નું શું થયું?
મોત ના ડંકા વાગે છે શ્વાસમાં,
જિંદગીની જંખનાનું શું થયું?
આજ કા મહેફિલ મહીં અંધાર છે,
ક્યાં છે પરવાના, શમાનું શું થયું?
આપ જોતા થઈ ગયા ખુદ આપને,
જાનભેદુ અરીસાનું શું થયું??
નાવ ડૂબી કા તરી મઝધાર માં,
ઓ ખુદા ! મુજ નાખુદાનું શું થયું?
કેમ 'રુસ્વા' આમ બેઠા છો ઉદાસ?
આપની જીવન કળા નું શું થયું??
-રુસ્વા મજલુમી
જન્મ : 11 -12 -1915 ,
પાજોદ નેક નામદાર ઇમામૂદ્દીન મૂર્તજા ખાન બાબી દ્વારા લિખિત..