તું આવી જા હવે ના તડપાવ
તને મારા સમ તું જલ્દી આવ
વસંત ગયો હવે આવ્યો અષાઢ
વરસતી આંખો જુવે તારી વાટ
ખોબામાં ઝીલું ટીપા વરસાદના
પ્રતિબિંબ એમાં તારું વરતાય
ટહુકતા મોરલાનો થનગનાટ જોઇ
થીજેલી તારી યાદો તાજી થાય
લીલી વનરાજી છવાઈ ચારેકોર
કોયલનો સાદ પણ લાગતો શોર
તારા વિણ ગયો વસંત પણ કોરો
આવ્યો અષાઢ તું આવ જરા ઓરો
તન ભીંજાય શ્વાશો મારા ઝડપી બને
અંગ અંગમાં તારી યાદો તડપી ઉઠે
આવી જા હવે ના તડપાવ
તને મારા સમ તું જલ્દી આવ
#ઝડપી