Gujarati Quote in Poem by Dr Mahendra pawar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ ' ના કર'

વરસવું હોય તો ધોધમાર વરસજે

ગાજ-વિજની ખોટી જફ‍ા ના કર

આવવું હોય તો અેક જ શરત

બે ઘડી પછી, જવા જિદ્દ ના કર

આમ બેફામ બની વંટોળ વાયરા

આમ ઠંડા સુસવાંટા ડોળ ના કર

તારી રાહ જુઅે છે ધૂળની ડમરી

આવ અંહી ખોટા બહાના ના કર

બોલે કોયલ , મિલન ઘડી અાવી

આમ ચાતક બની તરસ્યા ના કર

થનગનાટ કરે મનનો મોર કામુક

મને સંયમી બનાવાની વાત ના કર

માહિ તારા વિનાના સપનાં અધૂરા

યૌવન ઉંમરે ભક્તિનો સાદ ના કર

-પવાર મહેન્દ્ર
-૦૭/૦૬/૨૦૨૦

Gujarati Poem by Dr Mahendra pawar : 111465517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now