છે એક છોકરી જે મને મારા કરતા પણ વધારે જાણે છે,
જે શબ્દ હોઠ પર નથી આવતા એને પણ એ સાંભળે છે,
છે એક છોકરી જે મને મારા કરતા પણ વધારે જાણે છે,
પણ સમજદારી એ મારાથી આગળ છે ,
પણ ઊભી રહી જાય જ્યારે દુનિયા ભાગે છે,
મારી મોટી મોટી વાતોને શાંતિથી એ સાંભળે છે,
એક એક શબ્દને ઉપાડીને પોતાના સપ્નાઓ બનાવે છે,
છુપાવુ કોઈ વાત તો ખબર નઈ કેમનુ એ જાણી જાય છે,
દર વખતે મારો ફેસ જોયને મારી તકલીફ ઓળખી જાય છે,
એને માર્ગની ચિંતા નથી પોતાને જ લહેર માને છે,
છે એક છોકરી જે મને મારા કરતા પણ વધારે જાણે છે,
હુ ના સાંભળુ તો ગુસ્સો કરે ને સાંભળુ તો સ્માઈલ કરે,
હું ઉદાસ હોવુ તો સમજાવેચુપ રહુ તો લાડ લડાવે,
હું રિશાય જાવ તો મનાવે મારી નિષ્ફળતા ઉપર પોતાનો હક જમાવે,
છોરી બે સૂરી પણ તોય ગીતો ગાયને સંભળાવે છે,
હુ પરેસાન ના કરુ તો પણ એ પરેસાન થાય છે,
છે એક છોકરી જે મને મારા કરતા પણ વધારે જાણે છે,
-akshay vadher