" અલ્લડ છોકરી...!! "
તોફાની વાયરા સમી, એક અલ્લડ છોકરી...
ચાલાક હરણી સમી ભાગતી,
સુંદર સુંવાળી એક છોકરી...
અણિયાળી આંખ સમી..
નાજુક નમણી એક છોકરી...
આંખોમાં લઇ આખી દુનિયા ફરે,
એક જુવાન ધબકતા હૈયામાં હિલોળે ચઢે...
છાની ન રહે તેની હાજરી,
વિચારોમાં મગ્ન ને મનમાં મલકાતી એક છોકરી..
હૈયાના હાર સમી છોકરી...
ઉછળતા દરિયાના મોજાં સમી ને,
મધદરિયાના શાંત નીર સમી..
કદીક બનતી નાની બાળ કદીક
વ્હાલના વરસાદ સમી..
નટખટ નાદાન એક છોકરી...
- જસ્મીન