ઝલક
સૂકી ધરતી ને સૂકી સૌની પલક,
હરિયાળી કરી દીધી તેં એક પલક.
ભરપૂર નદી નાળાં, ભરાયાં સરવર,
એક જ રાતમાં તેં બતાવી ઝલક.
ખાલીખમ કૂવા ને તળાવો અપાર,
તારી જ રાહ જોતાં સકળ ફ્ળક.
બોલી ગઈતી રાડ, સુધ્ધાં પીવાનાં પાણીની,
ધીમી ધારે, તેજ ગતિએ દીધી જયાં ડણક.
કોઈ કહે વહાલો તું, કોઈ કહે લુચ્ચો,
જગતાત તું, રાજી થયો આખાયે મલક.
~નિલેશ એન. કદાવલા