પ્રેમની વાત જ ન કર
જો શંકાને સ્થાન હોય જીવનમાં
તો પ્રેમની વાત જ ન કર
જો સમય ન હોય સાથે બેસવાનો
તો પ્રેમની વાત જ ન કર
આમ તો તું જિંદગી છે મારી
પણ સ્વમાન સાથે સમાધાન કરવું પડે
તો પ્રેમની વાત જ ન કર
પ્રેમમાં હમેશા કહેવું જ જરૂરી નથી
મારા મૌનને જો તું સમજી ન શકે તો
પ્રેમની વાત જ ન કર