. *ઊર્મિ* ( *લાગણી*)
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આંખથી સંકળાયેલી પાપણ ભીની મળી,
સબંધના ઘાવના અંતે, જોવા ઊર્મિ મળી.
હૈયામાં સંકળાયેલી, ઉદાસ શ્વાસ નળી મળી,
દિલમાં મૃત્યુ પામેલા પ્રેમના અંતે, જોવા ઊર્મિ મળી.
ઠોકરે ઠોકરે, ખોટા લોકોની છત્ર છાયા મળી,
વિશ્વાસના અંતે ફરીવાર, જોવા ઊર્મિ મળી.
પ્રેમના સબંધનો પાયો, એક તરફી કમજોરી મળી,
સમય પસાર થવા વાતને,ભાગ્યના નામની ચોરી મળી.
સૂરજની જેમ, ઉગતા પહેલા સબંધ આથમણી મળી,
છોડતા પહેલા હાથ, ફરીવખત જોવા ઊર્મિ મળી.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD