વાત કરવા તડપે છે હૈયું,
આંગળીઓ એનો નંબર જોડાવા ઉતાવળી થાય છે,
કઈ કેટલાય શબ્દોનો હવે હૈયે ઉભરો ભરાયો છે,
ના અભિવ્યક્ત થાય છે, ના છુપાવી રખાય છે,
હજુ વીત્યા છે વાત કરે થોડા જ દિવસો,
પરંતુ લાગે જાણે વર્ષો વહી ગયા છે,
એને મળવું છે, મન ભરીને વાતો કરવી છે,
આંખોની તરસ ના છુપાય ત્યાં સુધી નિહાળવી છે,
બસ એના એક જવાબની આશ છે !!!
#કેપ્ટન @શ્યામ