હાથમાં રહેલા આ પાંચ સંકેત જણાવે છે તમારી નહીં ટકે પૈસા
આપણે આપણી આસપાસ ઘણા એવા લોકો જોઇએ છીએ જે પૈસા તો ઘણા કમાય છે, પરંતુ તેમની પાસે પૈસા ટકતા નથી. આવી વ્યક્તિઓ અનેક પ્રયાસો કરે પરંતુ પૈસા બચાવી શકતા નથી. આ સંબંધમાં હસ્તરેખામાં કેટલાક ખાસ સંકેત જણાવવામાં આવ્યા છે. જેને જોઇને આપણે સમજી શકીએ છીએ કે કોની પાસે પૈસા ટકશે કે નહીં. આજે અમે હસ્તરેખામાં કયા કયા સંકેત આપવામાં આવ્યા છે
મસ્તિષ્ક રેખા પર બનેલી સાંકળ
જો કોઇ વ્યક્તિની મસ્તિષ્ક રેખા પર સાકળ બનેલી જોવા મળે તો સમજી લેવું જોઇએ કે આ વ્યક્તિ અશાંત રહેશે. કપાયેલી અને સાંકળવાળી મસ્તિષ્ક રેખા જણાવે છે કે વ્યક્તિ પાસે પૈસા ટકશે નહીં. આ રેખા અંગૂઠા પાસેથી ઇન્ડેક્સ ફિંગરની નીચે શરૂ થઇ ચંદ્ર પર્વત તરફ જાય છે. આવી રેખાવાળી વ્યક્તિના જીવનમાં આકસ્મિક ખર્ચ આવતા રહે છે.
અનામિકા આંગળી પર તલ હોય
જે લોકોની અનામિકા એટલે કે રિંગ ફિંગર પર તલ હોય છે, તો તેની પાસે પણ પૈસા ટકતા નથી. આ લોકોને જીવનમાં અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો પૈસા આવે તો પણ બચતા નથી.
સૂર્ય રેખા પર તલ હોય તો
જે વ્યક્તિની રિંગ ફિંગર નીચે સૂર્ય પર્વત પર તલ હોય તો તેની પાસે પણ પૈસા બચતા નથી. આવી વ્યક્તિનું જીનવ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલુ હોય છે.
જીવનરેખા પર તલ
જીવન રેખા અંગૂઠા પાસે શુક્ર પર્વતને ઘેરે છે. જે વ્યક્તિની હથેળીમાં આ રેખા પર તલ હોય તો વ્યક્તિના જીવનમાં આર્થિક સંકટ જોવા મળે છે. આ લોકો પણ પૈસા બચાવી શકતા નથી.
મણિબંધમાં શનિ પર્વત સુધી રેખા
જો કોઇ વ્યક્તિની હથેળીમાં મણિબંધથી નીકળીને મધ્ય આંગળી નીચે શનિ પર્વત સુધી રેખા પહોંચે છે તો આ સ્થિતિ પણ મુશ્કેલીઓના સંકેત આપે છે. મણિબંધ હથેળી અને કાંડાની વચ્ચે હોય છે.
મણિબંધમાં શનિ પર્વત સુધી રેખા
જો કોઇ વ્યક્તિની હથેળીમાં મણિબંધથી નીકળીને મધ્ય આંગળી નીચે શનિ પર્વત સુધી રેખા પહોંચે છે તો આ સ્થિતિ પણ મુશ્કેલીઓના સંકેત આપે છે. મણિબંધ હથેળી અને કાંડાની વચ્ચે હોય છે.