દેવકર્મઃ કંઈ જગ્યાએ પૂજા-પાઠ કરવાનું, કેવું મળે છે ફળ ?
દેવાવય પવિત્ર સ્થાન હોય છે. ત્યાંની પવિત્રતા જીવનના બધા ભય, ચિંતા, શંકા અને વિકારોને એ રીતે દૂર કરે છે કે મન વિશ્વાસ, ઊર્જા, સુરક્ષાની સાથે જ સારા કર્મ, વચન અને વ્યવહારની અદભૂત પ્રેરણાથી ભરી દે છે. આ વાતમાં જીવન સાધવાના સૂત્ર એ પણ છે કે જો મનને જ પવિત્ર બનાવી લેવામાં આવે છે તે મંદિરની જેમ પોતાની સાથે જ બીજાને પણ સુખ-શાંતિ આપનારું હોય છે.
હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મનને સ્વચ્છ, ઊર્જાવાન અને મજબૂત બનાવી રાખવા માટે જ દેવ ઉપાસના અને કર્મ સારો ઉપાય માનવામાં આવ્યો છે. દેવ મર્યાદા, કર્મની પવિત્રતા અને સાર્થક પરિણામો માટે પૂજા-પાઠ કરવા માટે સ્થાન વિશેષનું મહત્વ બતાવ્યું છે. જાણો શિવ પુરાણમાં બતાવેલ દેવકર્મ કરવા માટે કયું સ્થાન સૌથી શ્રેષ્ઠ હોય છે અને તેના પરિણામ-ફળ કેવા મળે છે તે જાણો?
- સૌથી પહેલા પોતાના ઘરમાં પવિત્રતાની સાથે કરવામાં આવેલા શાસ્ત્રોક્ત કર્મ શ્રેષ્ઠ ફળ આપે છે.
- ગૌશાળામાં કરવામાં આવેલ કર્મો ઘરથી પણ વધારે દસ ગણું ફળદાયી હોય છે.
- કોઇ પવિત્ર સરોવરના કિનારે ગૌશાળા દેવકર્મ કરવાથી દસ ગણું પુણ્ય મળે છે.
- તુલસી, બિલિપત્ર કે પીપળા વૃક્ષના મૂળની નજીક કરેલા દેવ કર્મ જળાશયથી કે નદી આગળ કરેલા દેવ કર્મ કરતા દસ ગણાં વધારે શુભ ફળ આપે છે.
- આ વૃક્ષોની નીચે પણ કરવામાં આવેલુ દેવ કર્મ કરતા મંદિરમાં કરેલા દેવકર્મથી વધારે ફળદાયી હોય છે.
- તીર્થ ભૂમિથી પણ વધારે શુભ કોઇ નદીના તટ પર કરવામાં આવેલા દેવકર્મ હોય છે.
- નદીમાં પણ સપ્તગંગા એટલે કે સાત નદીઓમાં ગંગા,ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણી, સિંધુ, સરયુ અને નર્મદાના કિનારે કરવામાં આવેલું દેવ કર્મ અતિ શુભ અને ફળદાયી છે.
- તેનાથી વધારે સમુદ્રના કિનારે કરવામાં આવેલા દેવકર્મ પુણ્યદાયી છે.
- તો સૌથી વધુ શુભ અને પુષ્યદાયી ફળ પર્વત શિખર ઉપર કરવામાં આવેલ દેવકર્મોથી મળે છે. આ સંદર્ભમાં રાવણ દ્વાર કરવામાં આવેલ તપથી મેળવેલ શિવકૃપા ઉલ્લેખનીય છે.
આ બધા સ્થાનો પછી શિવપુરાણમાં મનને પવિત્ર બનાવવાનો છુપાયેલ સંદેશ આપત લખ્યું છે કે જ્યાં મન લાગી જાય ત્યાં દેવકર્મો માટે સૌથી શ્રેષ્ઠ સ્થાન છે.