હંમેશાં નિર્ણયો લેવાય છે સારા શાંત મનથી.
માનવી બનતા નથી કદી નઠારા શાંત મનથી.
શાંત મનમાં પ્રસન્નતા વ્યાપેલી હોય છે સદા,
નથી આવતા કદી ક્રોધ ઊભારા શાંત મનથી.
ઉશ્કેરાટ મનનો ન કરવાનું કરી બેસતો હોય,
ક્યારેય ન આવે પસ્તાવાના વારા શાંત મનથી.
ઉતાવળા બની જાય બહાવરાને ગુમાવનારા,
ન અનુભવવા પડે વખતને ખારા શાંત મનથી.
માનવતાસભર વર્તન કરે છે લોકો શાંતિ પામી,
કદાપિ એ ના તોડતા ધોરણધારા શાંત મનથી.
ચાવી છે સફળતાની દિમાગને ઠંડો રાખવો તે,
ન આવતાં મુખે વેણ પણ નઠારાં શાંત મનથી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#શાંત