કંઈક કહેવા મથી રહેલાં એ હોઠ,
લાગણીથી ભરપૂર આંખો,
પાસે આવીને બોલ્યાં બસ એટલું જ,
"મારો હાથ થામીશ??
જીવનભર મારો સાથ આપીશ??"
માત્ર આટલું કહ્યાં પછી,
ક્યાં કંઈ કહેવાની જરૂર જ હતી!!
પકડીને તેનો હાથ,
મારાં બંને હાથ વચ્ચે ભીંસી દીધો મેં!!
બંનેની આંખો મળી,
જાણે વર્ષો જૂની તપસ્યા ફળી!!
પછી ક્યાં કંઈ સમજવાની જરૂર હતી!!
_સ્નેહા પટેલ