કોઈને ક્યાં ખબર હતી મારી?
તારા ઉપર નજર હતી મારી.
આટલા વરસે તું મળી'તી તોય,
તારી આંખે કદર હતી મારી.
તું મને ધીરે ધીરે સમજી ગઈ,
આખરે તો અસર હતી મારી.
કેમ ભૂલી શકું હું યાદોને?
એ વિતેલી સફર હતી મારી.
ઓય, મળવા તું કેમ નાં આવી?
ઘરની સામે કબર હતી મારી.
..પ્રશાંત સોમાણી