તન પડ્યું છે શાંત બનીને
પણ,
આ વિચારોના વમળોને કેમ રોકવા???
મન તો થઈ જાય શાંત
પણ,
આ ઈચ્છાના ઘુસળા કેમ કરી રોકવા???
ઈચ્છા તો મારીએ હરઘડી હરપલ
પણ
આ પ્રેમના ઝંઝાવાતને કેમ કરી રોકવો???
પ્રેમ કરીને બની ગયા અમે શાંત
પણ
આ દુનિયાના મોઢે ગરણા કેમ કરી બાંધવા???
તેજલ
#શાંત