અનુભવોની થપ્પીમાં
જીવતરની ભાત છુપાઇ છે
ખરું ને ?
મહેનત વાળા માળીએ
ધનની જોલ મુકાઈ છે
ખરું ને?
તો પછી શું કામ રડે છે ?
નબળા કિસ્મત કાગને જોઈ !
હારી ન જા,
ઉઠ,ચાલતો થા !
ઝરી, કાંટાળી આ વાટ પછી,
એક હરિયાળી-અતિ સુવાળી
એક વાટીકા!
તારી માટે રચાઈ છે.
ભાવેશ પ્રજાપતિ
પાલનપુર