કુષ્ણ ની ગીતા કાવ્ય સ્વરૂપ છે....એને જે વાચક વાંચે છે અને પોતાનો અર્થ કાઢી લે છે, માટે ગીતા પર જેટલી ટિકા થઈ છે તેટલી લગભગ કોઈ સાહિત્ય પર નથી થયી.
જે પણ શ્રુતિ ના ગ્રન્થ છે તેમા આપેલ સત્ય ત્યારના સમાજ ને ધ્યાન માં રાખીને વર્ણવેલ હોય છે માટે તેમના દરેક આદેશ આજના સમયમાં લાગુ ન પણ પડે.
કુષ્ણ નુ સત્ય સનાતન ની જગ્યાએ વાસ્તવિક વધારે છે કારણકે એ પણ જાણે છે કે આખરી સત્ય માનવીય શબ્દો ની ઉપર છે અને સમાજ ની ભલાઈ માટે સત્ય સામાન્ય માણસ ને સમજાઈ એટલું તો સજાવી શકાય છે.