આવે છે જ્યારે ખુદ પર મોટી આફત.
પડી ગઈ પત્થર પૂજવાની આદત.
ધર્મના નામે ધજા ફરકાવી કરી લીધી ઈમારત.
અને ચાલે છે, તારા દ્વારે ખોટી બધી કરામત.
તું જ કરી દે આ લોકોની થોડી પ્રભુ મરામત.
માનવ માનવ વચ્ચે છે સૌથી મોટી અદાવત.
સમયે સમય ના સમજાયો તો થઈ ગઈ આવી હાલત.
હોય અંક ની આગળ શૂન્ય તો ક્યાં રહી છે કિંમત.
... પ્રતાપ સોલંકી "સ્મિત"...
#કિંમતી