સખી..
સમજણની થોડી સુવાસ આસપાસ રાખું છું..
કયારેક મોજીલી તો કયારેક ધીર-ગંભીર લાગુ છું..
આકાશમાં ઉડવાની તમન્ના હું રોજ રાખુ છું..
કયારેક અકળાતી-ચિડાતી તો
કયારેક વ્હાલનો દરિયો લાગુ છું..
સૌના સુખ-દુઃખમાં ભાગીદારીનો ભાવ કાયમ રાખુ છું..
નથી સમજાતી દુનિયાદારી મને..
તોય સમજવાની કોશિશ જારી રાખુ છું..
હસવા-ખેલવા-લખવાનો શોખ જોરદાર રાખુ છું..
હજારો સપનાઓ સંજોતી હું..
એક સંસ્કારી દીકરી થવાની આશ કાયમ રાખુ છું..
ભાઈની વ્હાલી બેનડી થઈને દુનિયાથી અલિપ્ત લાગુ છું..
ન રાખ મારી એટલી કાળજી માં..
હું સૌમ્ય હૃદયમાં વિકરાળ અગ્નિ રાખુ છું..
હજારો આપત્તિઓ વચ્ચે પણ ખીલતાં પુષ્પ માફક રહું છું..
અરે..
દુનિયા શું હરાવે મને..
હૃદયમાં કાયમ દ્વારકાધીશનો નાદ રાખું છું..✍
Jashu Nangesh