#કિમતી
એ કિમતી ક્ષણો ને, યાદો ને,
હ્રદય રૂપી પટારા માં સંઘરી રાખી છે.
હ્રદય થી હ્રદય સુધી ની, આ યાત્રા ને,
અધ્ વચ્ચે જ થંભાવિ રાખી છે.
ઓઝલ નહિ થતા આ નયનો થી,
મારી દ્રષ્ટિ, મેં ત્યાજ ટકાવી રાખી છે.
શું માંગું ભગવાન પાસે?, માંગું તો કહેશે,
અમૂલ્ય ભેટ તો તને આપી છે!
જનમો જનમ ની આ સફર છે,
સફર માં સાથ આપવાની મેં બાહેંધરી, માંગી છે.
ભગવાને મને મોકલેલી આ અમૂલ્ય ભેટ,
મેં દુનિયા થી બચાવી રાખી છે.
જો તું નથી તો શૂન્ય છું હું,
તારા થકીજ કિંમત મેં મારી આકી છે.