કિંમતી છે સામાન મારો, રહી ગયો તારી જોડે,
છુપાવેલી મુસ્કાન ને તારી... તું મને પાછી દઈ દે
ચલ, આજ હિંચકે બેસી, જોડે ઝૂલી લઈએ,
આવનારી પળો ની, સોગાદ તું, આજે પાછી દઈ દે
લહેરો ને, દરિયા ની, મેં ઉધાર લીધી'તી તારા માટે,
વ્યાજ સાથે... ઘૂઘવતો દરિયો,તું મને પાછો દઈ દે
આ વાયરાઓ ને, કહેણ સાથે મોકલાવેલા તારે બારણે,
ખુશ્બુ તારી, એમાં ઉમેરી, મદમસ્ત સુગંધ,મને પાછી દઈ દે
જો રાખ્યો છે વિસામો, કાળઝાળ ગરમીમાં, ફક્ત તારા માટે,
સૂરજ ની રોશની ને, શીતળ ચાંદની માં, ફેરવવાની કળા,મને પાછી દઈ દે
આમ કોયલ ની જેમ, છૂટા છવાયા ટહુકા ના કર,
કલરવ થી ગુંજતું, જંગલ આખું, મને... તું પાછું દઈ દે
મંઝિલ.... ખુદ હું બની જઈશ - તારી, તારા માટે,
બિછાવેલી જાજમ,જે તારા માટે, છાંયા ને, એ...મને,તું પાછો દઈ દે!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૬ જૂન ૨૦૨૦
#કિંમતી