Gujarati Quote in Poem by Udit Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાશ! લૉકડાઉનના હવે પારણા થયા...

ગામના મોઢે ગરણા થયા,
ને કુંડાળામાં પગ રાખતા થયા,
મુઠ્ઠીમાં દુનિયા રાખવાવાળા
અેકબીજાથી અંતર રાખતા થયા

પેટ્રોલ પાણીથી સસ્તા થયા,
ને લાખોના શૅરના કાગળિયાં થયાં,
ગાડીમાં શહેરમાં રખડતા નવાબની
ગાડીઓ પર ધૂળના ઢગલા ચડયા

મંદિરના પણ દરવાજા બંધ થયા,
ને ઘરનાં દેવતા જાગતા કર્યા,
ઈશ્વરથી પણ નારાજ રે'નારા
કરબધ્ધ પ્રાર્થના કરતા થયા

હોટલના ખાણા બંધ થયા,
ને કડવા ઉકાળા પીતા થયા,
બિનજરૂરી પૈસા ઉડવનાર
થોડી કરકસર કરતા થયા

રમતનાં મેદાન વિસરાઇ ગયા,
ને જીમના રસ્તા ભૂલાઈ ગયા,
તંદુરસ્ત રહેવા યુવાનો
ઘરમાં કસરત કરતા થયા

પોતાના પારકા થયા,
ને પારકાઅે લોકોના પેટ ભર્યા,
કપરા અેવા આ સમયગાળામાં
માનવતાના પારખા થયા

ઉડતા વિમાનો બંધ થયા,
તો રેલ રસ્તા પણ ક્યા ચાલુ રહ્યા,
વતનની માટીની ચાહતમાં લોકો
રસ્તામાં અહર્નિશ ચાલતા ગયા

ઠંડા ટીફીન લંચ બંધ થયા,
ને પરિવાર સાથે જમતા થયા,
રોજ જિંદગીની લ્હાયમાં દોડનારા
ઘરમાં જીવન માણતા થયા

લગનને મેળા બંધ રહ્યા,
ને મરણના મોકાણ શાંત થયા,
અવસર આવ્યા સુખના કે દુઃખના
અંગત સ્વજનો પૂરતા જ રહ્યા

હાશ! લૉકડાઉનના હવે પારણા થયા...

-ઉદિત

Gujarati Poem by Udit Shah : 111462889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now