નમસ્કાર 🙏🙏🙏
🌷ગુજ્જુ ધ ગ્રેટ...કહેવત ગુજરાતીઓ માટે બરાબરજ છે
🌷આપણો ગુજરાતી વેપારથી માંડીને ખાવા-પીવામાં, હરવા-ફરવામાં, બોલવા-ચાલવામાં અને એવી દરેક બાબતમાં મોખરે જ હોય અને મોખરે જ રહ્યો છે.
🌷ધંધો કઇરીતે કરવો તે આપણાં ગુજ્જુને શીખવવું પડે તેમ નથી.
🌷આપણો ગુજ્જુ ગળથૂથીમાંથી જ ધંધો શીખી જાય છે.
🌷આપણો ગુજ્જુ ઘરથી માંડી ને પરદેશ સુધી ધંધાનો વિકાસ કરી શકે તેમ છે.
🌷છતાં પણ જો કંઇક સૂચન આપવાનું મને કહેવામાં આવે તો હું એટલું કહીશ કે ઓછા નફે બહોળો વેપાર કરી શકાય.
🌷કોઇપણ જગ્યાએ ધંધો નાંખ્યા બાદ તરત ને તરત કમાવા મળી જતું નથી તેને માટે સમયની રાહ જોવી રહી.
🌷અનુભવ જેવો બીજો કોઈ શિક્ષક નથી. જેમ જેમ માણસને અનુભવ થતો જાય તેમ તેમ તે ધંધામાં પાવરધો બનતો જાય છે.
🌷આવી બધી બાબતોને ધ્યાનમાં લઇને ધંધો કરવાથી ધારેલી સફળતા મળી શકે છે.
- જસ્મીન