સૌંદર્યને ક્યારેય નિખારતી નથી એ
મને એની સાદગી જ ગમે છે
જેવી છે એવી જ દેખાય છે
એને કારણે જ મને જિંદગી ગમે છે
એના રૂપને નહીં પણ સ્વભાવને પ્રેમ કરું છું
એટલે જ તો એને કહેતા પણ ડરું છું
કેમકે એની સાથે કયો સંબંધ છે એ મહત્વનો નથી
પણ વાત કરવાનો સંબંધ પણ નહીં રહે તો એ વિચારથી ડરું છું