આત્મવિશ્વાસ હશે અતૂટ જ્યારે,
આભને પણ નમાવિશ તું ત્યારે..
લક્ષ્ય આંખ સામે રમતું હશે જ્યારે,
દુશ્મન પણ નહિ આવે સામે ત્યારે..
દિલ માં જોશ હશે જ્યારે,
નિષ્ફળતાના વાદળો ને પણ વિંધિસ તું ત્યારે..
મેહનત ભરપૂર હશે જ્યારે,
મંઝિલ ને પણ ઝૂકવું પડશે ત્યારે..
સપના પુરા કરવાની ઉડાન નિશ્ચિત હશે જ્યારે,
આખું બ્રહ્માંડ તારા કદમો માં આવશે ત્યારે...
"ખુશી"