થશે પ્રેમ નકકી છે....👇👇👇👇👇☝️☝️
ટગર ટગર મારી સામે જોશો તો થશે પ્રેમ નક્કી છે,
મળ્યા જો મુજ નેણથી નેણ તો થશે પ્રેમ નક્કી છે.
કોણે કીધું કામ નથી આવતા મદહોશી ઈશારાઓ,
જતાં-જતાં પાછું ફરી જોશો તો થશે પ્રેમ નક્કી છે .
આવો તોય ગમે ને તમે ન આવો તોય ઘણું ગમે મને,
નખરાં કરશો તમે Naughty તો થશે પ્રેમ નક્કી છે.
Love you કહેવાથી થાય સાચો પ્રેમ વાત ખોટી છે,
મહેદી મારા નામની મુકાવશો તો થશે પ્રેમ નક્કી છે.
મળશો તમે નદી કિનારે રોજ મને એ તો ક્યાં શક્ય છે,
મીઠું મીઠું મુજ સામે મલકશો તો થશે પ્રેમ નક્કી છે.
રાહ જોઉં બની ચાતક મેહુલાની જેમ રોજે રોજ તમારી,
આવી યાદ શમણે મને ભીંજવશો તો થશે પ્રેમ નક્કી છે.