કાર્ય કરતાં કંટાળે
એને નજીક ના'વે કોઈ નાતો..
કર્મ રાખે કાળને કળવાનો કાંટો..
તુ જ તારો સાથી થા કર્મવીર..
ન કરે નારાયણ..
તે કરે કર્મ નો કિરતાર..
નિત ઉઠી નચાવીશ મા નસીબને..
કાર્ય કુશળતા કંડાર તારા રસ્તે..
બે હાથ ભેગા કરી રાખ કર્મ ને સંગાથ..
દુનિયામાં કર્મથી નથ મોટો કોઈ કિરતાર...✍
jashu nangesh